
યોજનાનો ઉદ્દેશ/હેતુ: વિધવાઓનું આર્થિક સ્વાવલંબન
આવક મર્યાદા: ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦
લાભાર્થીનો પ્રકાર: વિધવા મહિલા
પાત્રતાના ધોરણો: આ યોજના હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા
યોજના હેઠળ મળતી સહાય: માસિક રૂ. ૧૨૫૦ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધા જમા થાય છે.
મંજૂરીની પ્રક્રિયાઃ ફોર્મમાં જણાવેલ પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજૂ કરવાનું હોય છે. મામલતદારશ્રી દ્વારા ચકાસણી કરી સહાય મંજૂર કરવામાં આવે છે.
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારી: નિયામકશ્રી, મહિલા કલ્યાણ, કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નં.૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. જિલ્લા સ્તરે : મામલતદારશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર: વિધવા બહેનનો ફોટો, રેશન કાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ, લાઈટ બીલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો
સત્તાવાર લિન્ક: https://wcd.gujarat.gov.in/initiativedetails?id=231
Leave Your Comment: