Accidental_Death_Assistance_Scheme_guj

યોજનાનો ઉદ્દેશ / હેતુ:

બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓનું બાંધકામ સાઈટ પર ચાલુ કામના સ્થળે અકસ્માત થવાથી મૃત્યુ થાય અથવા કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેમના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

પાત્રતાના ધોરણો:

અકસ્માત લાભાર્થીના 18 થી 60 વર્ષ દરમિયાન થયેલ હોય તો જ અરજદાર બાંધકામ શ્રમિકની અરજી યોગ્ય ગણશે.

યોજના અંતર્ગત મળતી સહાય:

નોંધાયેલ બાંધકામ સાઇટ કે ખાનગી / વ્યક્તિગત ધોરણેની ન નોંધાયેલ સાઇટ પર ચાલુ કામે નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અશક્ત બને તો આવા કાયમી અશક્તતાના કિસ્સામાં બાંધકામ શ્રમિકને રૂ. 3 લાખની સહાય આપવામાં આવે છે.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

1. અસલ અરજી ફોર્મ
2. અરજદારનો ઓળખનો પુરાવો
3. મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
4. મૃત્યુ પ્રમાણપત્ર
5. પોલીસ પંચનામા / એફ.આઈ.આર.ની નકલ
6. પી.એમ.રીપોર્ટની નકલ
7. DISH કચેરીનો અહેવાલ (પ્રોજેક્ટ મેનેજર કક્ષાએ રજૂ કરવાનો રહેશે)
8. સોગંદનામું તલાટીનું પેઢીનામું
9. સંમતિપત્રક
10. અરજદારની બેંકની વિગત

સત્તાવાર લિન્ક:

https://bocwwb.gujarat.gov.in/schemes-guj.htm

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *