
યોજનાનો ઉદ્દેશ:
• ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોને પોતાના મકાન ખરીદી માટે વાર્ષિક રૂ.30,000 લેખે પાંચ વર્ષમાં કુલ રૂ.1,50,000ની આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ.
પાત્રતાના ધોરણો:
• બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
યોજના અંતર્ગત મળતી સહાય:
• ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ કુલ રૂ.1,50,000ની સહાય શરતોને આધીન પૂરી પાડવામાં આવશે. જે બાંધકામ શ્રમિકોએ પોતાનાં મકાન ખરીદી માટે મહત્તમ રૂ.15 લાખ સુધીની લોન લીધેલ હોય તેઓને પાંચ વર્ષ સુધી રૂ.30,000ની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય લાભાર્થીના બેંકના હાઉસિંગ લોન અંગેના ખાતામાં DBT મારફત જમા કરવામાં આવશે.
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી:
• અરજદારને નિયત નમૂનામાં અરજી ગજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે તે જિલ્લા કચરીએ કરવાની રહેશે.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:
1. બોર્ડમાં નોંધણી થયા અંગેના ઓળખકાર્ડની નકલ(લાલ ચોપડી)
2. આધારકાર્ડની નકલ.
3. મકાન દસ્તાવેજની નકલ.
4. લોન લીધા અંગેના પુરાવા(લોન મંજૂરીનો પત્ર)
5. વાર્ષિક લોન સ્ટેટમેન્ટ/વાર્ષિક વ્યાજ પ્રમાણપત્ર.
6. હાઉસિંગ લોન સ્ટેટમેન્ટ પાસબુકની નકલ
7. નિયત નમૂના મુજબનું સોગંદનામું (એફિડેવિટ)
સત્તાવાર લિન્ક:
https://bocwwb.gujarat.gov.in/schemes-guj.htm
Leave Your Comment: