
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના.
પાત્રતાના ધોરણો:
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ 18 થી 50 વર્ષની ઉંમરની પુન:લગ્ન કરનાર મહિલા લઈ શકશે. જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના પત્ની હયાત ન હોવા જોઈએ.
યોજના અંતર્ગત મળતી સહાય:
કુલ રૂ. 50,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાંથી રૂ. 25,000 લાભાર્થી મહિલાના બચત ખાતામાં DBT મારફતે જમા થશે અને બાકીની રકમ રૂ. 25,000 રાષ્ટ્રીય બચતપત્રો (NSC) સ્વરૂપે મહિલાને આપવામાં આવશે
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી:
નિયામકશ્રી, મહિલા કલ્યાણ, કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:
(વિભાગ દ્વારા નિયત કરેલા ધારાધોરણ પ્રમાણેના)
- પુરાવાઓની પ્રમાણિત નકલ
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજૂરી હુકમ
- પુનઃ લગ્નની નોધણી અંગેનું પ્રમાણપત્ર
- જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
- પુનઃ લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટા
- લાભાર્થી જે બચત ખાતામાં સહાય લેવા માગતા હોય તે ખાતા પાસબુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ
સત્તાવાર લિન્ક:
https://wcd.gujarat.gov.in/initiativedetails?id=234
ગંગા સ્વરૂપા પૂ:ન લગ્ન આર્થીક સહાય યોજના ફોર્મ મેળવવા માટે અહીં ક્લિક કરો
Leave Your Comment: