
યોજનાનો ઉદ્દેશ: હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે.
આવક મર્યાદા: કોઈ આવક મર્યાદા નથી.
પાત્રતાના ધોરણો
• આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મૂળ વતની હોવા જોઇએ.
• આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.
• આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
• અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
• વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
યોજના અંતર્ગત મળતી સહાય
• જેમાં રૂ.1,00,000ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1,50,000 રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. 2,50,000ની સહાય આપવામાં આવે છે.
અરજીની પ્રક્રિયા
• ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: જિલ્લા નાયબ નિયામકશ્રી, અનુ. જાતિ કલ્યાણની કચેરી.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા
• અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરિણીત હોય તો)
• મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
• યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરિણીત હોય તો)
• મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર વિધવા હોય તો)
• અરજદારનું આધારકાર્ડ
• અરજદારની જાતિનું પ્રમાણ પત્ર
• અરજદારનો શાળા છોડયાનો દાખલો
• યુવક/યુવતીનું જાતિનું પ્રમાણપત્ર
• યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો
• રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
• લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
• બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
• એકરારનામુ
• લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
સત્તાવાર લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=F34 6tpHtKWIL27Mpkoh97w==
Leave Your Comment: