મહિલા સ્વાવલંબન યોજના

યોજનાનો ઉદેશ/હેતુ:

• ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી

આવક મર્યાદા:

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવામાં આવે છે

લાભાર્થીનો પ્રકાર:

ગ્રામ તેમજ શહેરી વિસ્તારની મહિલાઓ

પાત્રતાના ધોરણો:

• ગ્રામ્ય કક્ષાએ રૂ.1.20 લાખ તથા શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખની વાર્ષિક આવક
• મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે રૂ.2 લાખની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે.

યોજના હેઠળ મળતી સહાય:

આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સબસિડી આપવામાં આવે છે, જેમાં ધંધાક્ષેત્ર માટે 15 ટકા અથવા 30,000 બેમાંથી જે ઓછું હશે તેની ચૂકવણી.

મંજૂરીની પ્રક્રિયા:

• લાભાર્થીએ સંપૂર્ણ વિગતો અને પુરાવા સાથે નિયત ફોર્મ ભરી મહિલા આર્થિક વિકાસ નિગમને રજૂ કરવાનું રહેશે.
• મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અરજીની ચકાસણી કરી બેન્કેબલ લોન મંજૂર કરવામાં આવે છે.

અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારી:

જનરલ મેનેજરશ્રી, ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ બ્લોક નં.8, 9મો માળ, ઉદ્યોગ ભવન, સેકટર-11, ગાંધીનગર.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા /પ્રમાણપત્ર:

ઉમરનો પુરાવો, આધાર કાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશનકાર્ડની નકલ

સત્તાવાર લિન્ક:

https://wcd.gujarat.gov.in/initiativedetails?id=233

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *