
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
સ્વવિકાસ અને સક્ષમીકરણ માટે કિશોરીઓને સમર્થ બનાવવી, કિશોરીઓની પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવી, આરોગ્ય સ્વચ્છતા અને પોષણને લગતી જાગૃતિને ઉત્તેજન આપવું, શાળાએ ના જનાર કિશોરીઓને પરંપરાગત શાળા અને વચગાળાનાં શીખવાનાં કૌશલ્ય તાલીમ કાર્યમાં સફળતાથી જોડવી, કિશોરીનાં ઘરેલું અને જીવન કોશલ્ય સુધારવા, વર્તમાન જાહેરસેવાઓ વિષે માહિતી આપવી.
આવક મર્યાદા:
કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી.
લાભાર્થીનો પ્રકાર:
આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કિશોરીઓ
પાત્રતાના ધોરણો:
- 15-18 વર્ષની શાળા એ ન જતી
- 15-18 વર્ષની શાળા એ જતી
યોજના હેઠળ મળતી સહાય:
- પૂર્ણાશક્તિના (1 કિલોનાં) 4 પૈકેટ દર માસનાં 4 મંગળવારે
- પુરક આર્યન અને ફોલીક એસિડ (આઈ.એફ.એ.)
- આરોગ્ય તપાસ અને રેફરલ સેવા
- પરંપરાગત શાળામાં વચગાળાના કોર્ષ કૌશલ્યવર્ધક તાલીમમાં જોડીને શાળાએ ના જનાર
- જીવન કોશલ્યનું શિક્ષણ, ઘરવ્યવસ્થાપન
- જાહેર સેવા માટે માર્ગદર્શન
મંજૂરીની પ્રક્રિયા:
કેન્દ્રો આંગણવાડી કેન્દ્રોઓમાં નોંધાયેલી હોવી જોઈએ
અમલીકરણ કરતી કચેરી /સંપર્ક અધિકારી:
- નિયામકશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના
- કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી, બ્લોક નં.20, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
- ઝોન કક્ષા : વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી જિલ્લા કક્ષા : પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત
- તાલુકા : બાળ વિકાસ યોજના અધિકારી
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર:
કોઈ પણ પુરાવાની જરૂર નથી.
સત્તાવાર લિન્ક:
Leave Your Comment: